|
લોથલ:
લોથલ એક પુરાતત્વીય સ્થળ
છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યા તે સિંધુ સભ્યતાની
ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્કૃતિની
સભ્યતા લોથલમાં જોવા મળે છે.
અહીં સિંધુની ખીણના અન્ય
સ્થાપત્યો ઉપરાંત શ્રેષ્ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ
લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્યતાના અવશેષોમાં રોજીંદા
ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત
ઘર-ઉપયોગી ચીજવસ્તુઓની રચના તેમજ રહેણાંકોની સ્થાપત્ય કળા બેનમૂન અને વિસ્મયકારક
છે. લોથલના રસ્તાઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્વીય
મહત્વ ધરાવતા સ્થળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થાન બન્યું છે.
|
|
|
કિર્તિ મંદિર:
પોરબંદર ખાતે આવેલું
કિર્તિ મંદિર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે. રાષ્ટ્રીય સ્મારક
તરીકે જાહેર કરાયેલ કિર્તિ મંદિરનું રાષ્ટ્રીય મહત્વ જેટલું છે તેટલું
ધાર્મિક મહત્વ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણના પરમ સખા સુદામાનું જન્મ સ્થાન
તરીકે આ શહેરનું ધાર્મિક મહત્વ પણ છે.
|
|
|
|
|
વડનગર:
વડનગર તેના સ્થાપત્યો
અને ઐતિહાસિક સ્થાનકો માટે જાણીતું છે.
સ્થાપત્યોમાં
વડનગરનું ‘તોરણ’ અને ધાર્મિક સ્થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના
શર્મિષ્ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું ‘તોરણ’ સ્થાપત્ય અંદાજે ૧૨
મી સદીમાં નિર્માણ પામ્યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્થરોનો
ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન એવું આ ‘તોરણ’ સ્થાપત્ય શહેરના
પ્રવેશદ્વારની ઇમારત છે. સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર
તરીકે આ સ્થાપત્ય પ્રચલિત હતું. સિદ્ધપુર ખાતે આવેલા રૂદ્રમહાલય સ્થાપત્યની
કોતરણી - નકશીકામ આ સ્મારકને મળતી આવે છે.
૧૭મી સદીમાં શહેરના
પ્રવેશની જગા પર હાટકેશ્વર મહાદેવનું સ્થાનક નિર્માણ પામ્યું હતું. નાગર
બ્રાહ્મણોના કુળદેવતા એવા ભગવાન શીવજી સ્વયંભૂ અહીં પ્રગટ થયા જે મંદિરના
ગર્ભગૃહમાં ‘લીંગ’ સ્વરૂપે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં. મંદિર ત્રણ ઘુમ્મટો
ધરાવે છે. દિવાલો અને થાંભલાઓમાં કોતરણી દ્વારા નવગ્રહો, સંગીતકારો અને નૃત્યાંગનાઓની પ્રતિકૃતિ કંડારવામાં આવી છે. શિલ્પકૃતિઓમાં
રામાયણ-મહાભારતના કથાનકની પ્રસ્તુતિ કરાઇ છે. ઉપરાંત વન્યજીવો અને વન્યસૃષ્ટિની
પ્રતિકૃતિઓ કંડારાઇ છે. આ જગા પર કાશી વિશ્વેશ્વર મહાદેવ પણ આવેલું છે.
શહેરમાં સ્વામિનારાયણ મંદિર તેમજ જૈન દેરાસરો પણ આવેલાં છે.
|
|
|
ધોળાવીરા:
ભારતની પૌરાણિક સાત
અજાયબીમાંની એક અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધ નગર એટલે
ધોળાવીરા. ગુજરાતના કચ્છ જિલ્લામાં ધોળાવીરા આવેલું છે. સિંધુ સભ્યતાનું
પ્રમુખ શહેર કે જેનું સ્થાપત્ય અને રચના બેનમૂન છે. તેનું નિર્માણ અંદાજે
ઇ.સ. પૂર્વે ૨૯૦૦ ના સમયગાળામાં થયું હતું. નગર રચનામાં ઇંટોનો ઉપયોગ કરાયો
હતો. ઉપરાંત માનવ જરૂરિયાતની તમામ સુવિધાઓની રરચના આયોજનપૂર્વક કરવામાં આવી
હતી. પાણીના સંગ્રહ અને વિતરણની બેનમૂન ગોઠવણ તત્કાલિન સમયની દુનિયાની
શ્રેષ્ઠ રચના-વ્યવસ્થા ગણાઇ છે.
|
|
|
|
|
ચાંપાનેર - પાવાગઢ:
વિશ્વ વારસા કાર્યક્રમ
અન્વયે ચાંપાનેર - પાવાગઢને વિશ્વના અજોડ પુરાતત્વીય ઇમારત-સ્મારક તરીકે
યુનેસ્કોએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર - પાવાગઢને પ્રવાસીઓના
આકર્ષણના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના
અન્ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા
તળાવ, જાંબુઘોડા અભયારણ્ય અને
ડભોઇ ને પણ વિકસીત કરવામાં આવ્યું છે.
યુનેસ્કોના વિશ્વ
વારસા કાર્યક્રમ હેઠળ પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચીને પુરાતત્વીય શ્રેણીને
સ્થળો-ઇમારતો તરીકે જાહેર કરી છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ તે અંદાજે ૧૨૦૦
વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમયની સંસ્કૃતિ બેજોડ છે. પૌરાણિક યુગ રાજપૂત
શાસન, મરાઠા ઉપરાંત ઇસ્લામની
અને બ્રિટિશ શાસનની અસરો અહીંના સ્થાપત્યો અને ઇમારતોમાં દેખાઇ આવે છે. ૧૫મી
સદીમાં રાજા પતઇને હરાવી મુસ્લીમ શાસક મહંમદ બેગડાએ આ પ્રદેશ પર પોતાની શાસન
ધરા સંભાળી હતી. મહંમદ બેગડાએ તેના શાસનની રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરને
બનાવી હતી. ચાંપાનેર પંચમહાલ જવાના મુખ્ય પ્રવેશદ્વાર જે વડોદરાથી ૪૬ કિ.મી.
ના અંતરે આવેલું છે. આદિવાસી વિસ્તાર તરીકે જાહેર થયેલો આ પ્રદેશમાં મુખ્ય ‘ભીલ’ જાતિના લોકો વસવાટ કરે
છે. આ પ્રદેશના વિકાસ માટે રાજ્ય સરકાર ઉધોગોને રાહત દરે આર્થિક, તકનિકી અને અન્ય સુવિધાઓ પુરી પાડે છે.
|
|
Best Fashion Designing Institute In Surat
ReplyDeleteHome Fashion - Gten Sales | Upgrade Your Fashion With Us
Global surat
Infooxo - IT services
cartmash India's Leading Online shopping store
All festival wallpaper
Tejavaj Best Indian news